VIDEO: ભરૂચ લાફાકાંડ મામલો, ચૈતર વસાવા વિરુદ્ધ ગંભીર ગુના દાખલ
સોર્સ : gstv
ભરૂચના ઝઘડિયા GIDCમાં આવેલી મેટ્રોપોલિટન કંપનીમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ગેરકાયદે પ્રવેશ અને મૃતકના પરિવારજનોને તમાચો મામલા મામલે મુશ્કેલી વધ છે..કારણ કે ચૈતર વસાવા વિરુદ્ધ ગંભીર ગુના દાખલ થયા છે,,પોલીસના જણાવ્યા અનુસાર, ચૈતર વસાવા પર કંપનીમાં ગેરકાયદે પ્રવેશ કરવા અને મૃતકના પરિજન રોશન વસાવા સાથે મારામારી કરવાનો આરોપ છે, જોકે આ મામલાની સંવેદનશીલતાને જોતા FIR ગુપ્ત રાખવામાં આવી છે. બીજી તરફ, ચૈતર વસાવાએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું છે કે 'પોલીસ લાજવાને બદલે ગાજી રહી છે'. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કામદારોના હક માટે લડ્યા છે અને લડતા રહેશે.

