Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Bharuch/ "Give money and take the bill" Controversial video of former BJP president of Amod Municipality goes viral

VIDEO: ભરૂચ/ "રૂપિયા આપો અને બીલ કઢાવી જાવ" આમોદ નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભરૂચની આમોદ નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ જલ્પાબેન પટેલનો એક વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. વીડિયોમાં જલ્પાબેન કોન્ટ્રાક્ટર પાસેથી 40 હજારને બદલે 50 હજાર રૂપિયાની માંગણી કરતા અને "રૂપિયા આપો અને બીલ કઢાવી જાવ" તેમ સ્પષ્ટ કહેતા કેદ થયા છે.આ વીડિયો સ્થાનિક કોન્ટ્રાક્ટર મૈલેશભાઈ મોદી દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરે આમોદમાં વિકાસના કામો કર્યા હતા, પરંતુ તેમના બાકી બીલો પાસ કરાવવા માટે પેમેન્ટની માંગણી કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ચૂંટણી ટાણે જ ભ્રષ્ટાચારના આ વીડિયોએ ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી છે. જીએસટીવી વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

App Store