Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : VIDEO/ A scammer was caught changing the ATM cards

VIDEO/ મદદ કરવાના બહાને વૃદ્ધોના ATM કાર્ડ બદલી લેતો ભેજાબાજ પકડાયો

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે એટીએમ સ્વેપિંગના બે ગુનાનો ભેદ ઉકેલીને રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. શક્તિનાથ સર્કલ અને અંકલેશ્વરના ચૌટા નાકા પાસે આવેલા એસબીઆઈ એટીએમમાં વૃદ્ધોને કાર્ડ ચલાવવામાં મદદ કરવાના બહાને તેમના કાર્ડ સ્વેપ કરી પીનનો ઉપયોગ કરી 58 હજાર 500 રૂપિયાની ઠગાઈ કરનાર તુષાર કોઠારીને ગોદી રોડ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી રોકડા 7 હજાર 400 રૂપિયા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી વિરુદ્ધ ગુજરાત-મહારાષ્ટ્રમાં 47 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. ભરૂચ એલસીબીની ટીમે આરોપીને વધુ તપાસ માટે શહેર એ  ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

App Store