Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Two accused in businessman's kidnapping case jailed,

Bharuch/ બિઝનેસમેનના અપહરણ કેસમાં બે આરોપીઓ જેલભેગા, ગર્લ ફ્રેન્ડ હજી પોલીસ સમક્ષ હાજર થઇ નથી

Timeછેલ્લું અપડેટ : 26 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Bharuch/ બિઝનેસમેનના અપહરણ કેસમાં બે આરોપીઓ જેલભેગા, ગર્લ ફ્રેન્ડ હજી પોલીસ સમક્ષ હાજર થઇ નથી
સોર્સ : Ai

ભરૃચના બિઝનેસમેનને ડરાવી ધમકાવી સાડા ચાર લાખ પડાવી લેવાના ગુનામાં પોલીસે બે આરોપીઓના રિમાન્ડ લીધા હતા. આજે રિમાન્ડ પૂરા થતા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

App Store

ભરૃચ શેરપુરા રોડ પર મદીના પાર્ક સોસાયટીમાં રહેતો ૩૦ વર્ષનો અફાન ઉસ્માનભાઇ કાની ઓન લાઇન ટ્રેડિંગનો બિઝનેસ કરે છે.ગત 12 મી તારીખે  બપોરે અફાન તથા તેની ગર્લફ્રેન્ડ કારમાં વડોદરા એમ.એસ.યુનિવર્સિટીથી ભરૃચ જતા હતા.  દરમિયાન  એસ.ઓ.જી. અમદાવાદના પોલીસના માણસોની ઓળખ  આપી આરોપીઓએ  અપહરણ કરી   બળજબરીથી સાડા ચાર લાખ પડાવી લીધા હતા.

આ ગુનામાં માંજલપુર  પોલીસે બે આરોપીઓ યાજ્ઞિાક રમણભાઇ ચાવડા (રહે. જેલ સ્ટાફ ક્વાટર્સ, સેન્ટ્રલ જેલ, વડોદરા,મૂળ રહે. અમદાવાદ) તથા આફતાબ નઇમખાન પઠાણ, ઉં.વ.૨૬ (રહે. બરકર એપાર્ટમેન્ટની પાછળ, તાંદલજા) ને ઝડપી પાડી રિમાન્ડ લીધા હતા. પોલીસે આ ગુનામાં અફાનની ગર્લ  ફ્રેન્ડને નિવેદન માટે બોલાવી છે,  પણ  હજી તે આવી નથી.