VIDEO: ઈંધણના ભાવ વધતા ટ્રાન્સપોર્ટરોમાં ચિંતાનો માહોલ, સરકાર સમક્ષ કરી રાહતની માગ
સોર્સ : gstv
પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવોથી અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લાના ટ્રાન્સપોર્ટ વ્યવસાયકારોમાં ચિંતા વધી છે. છેલ્લા દસ દિવસમાં ઈંધણના ભાવમાં થયેલા વધારાથી વાહનોના દૈનિક ખર્ચમાં વધારો થયો છે. ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે વધેલા ખર્ચનો બોજ હવે માલભાડા પર મૂકવો પડશે, જેના કારણે શાકભાજી, અનાજ, દૂધ, ફળો સહિત જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થવાની શક્યતા છે. આર્થિક નિષ્ણાતો પણ ઈંધણના ભાવવધારાની અસર સમગ્ર અર્થવ્યવસ્થા પર પડવાની આશંકા વ્યક્ત કરી છે. ટ્રાન્સપોર્ટ સંગઠનોએ સરકાર પાસે ઈંધણના ભાવ પર નિયંત્રણ અને રાહતની માંગ કરી છે.

