Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : VIDEO: Fire incident reported at Camlin SEZ-2 company in Dahej area of ​​Bharuch district

VIDEO: ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં આવેલી કેમલિન સેઝ-2 કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી

Timeછેલ્લું અપડેટ : 24 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં આવેલી કેમલિન સેઝ-2 કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગરમ ઓઈલની લાઇનમાં લીકેજ થતા આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં દહેજ ઇન્ડસ્ટ્રીઝના બે ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે જાનહાનિના અહેવાલ નથી. ઘટનાને પગલે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી છે.

App Store