Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Road blocks demolished to lay water lines in Bharuch

VIDEO: ભરૂચમાં પાણીની લાઈન નાખવા માટે રસ્તા પરના બ્લોક ઉખાડ્યા, સ્થાનિકોમાં ભારે રોષ

Timeછેલ્લું અપડેટ : 24 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ચૂંટણી પૂર્વે આલી કાછિયા વાળ સહિતના વિસ્તારમાં રસ્તાઓ પર બ્લોક બેસાડવામાં આવ્યા હતા, પરંતુ હવે પાણીની નવી લાઇન નાખવા માટે એ જ બ્લોકો ફરી ઉખાડવામાં આવી રહ્યા છે.

App Store

ખોદકામના કારણે સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. રહીશોનો આક્ષેપ છે કે યોગ્ય આયોજનના અભાવે સરકારી નાણાંનો વ્યય થઈ રહ્યો છે. સ્થાનિક કોંગ્રેસ પાલિકા સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટે તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.