VIDEO: ભરૂચમાં અઢી સૈકા જૂના ઐતિહાસિક છડી મેઘરાજા મહોત્સવનો શ્રદ્ધાભેર પ્રારંભ થયો
સોર્સ : gstv
ભરૂચમાં અઢીસો વર્ષથી વધુ જૂની પરંપરાગત શ્રાવણી સાતમથી દશમ સુધી ચાલનારા ચાર દિવસીય મેઘરાજા-છડી મહોત્સવનો શ્રદ્ધાપૂર્વક પ્રારંભ થયો છે. સાતમના દિવસે ભોઈવાડ સ્થિત ઘોઘારાવ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન અર્ચન કરાયું હતું. ભોઈ સમાજ સાથે ખારવા અને વાલ્મિકી સમાજે પણ આ મહોત્સવની શરૂઆત કરી છે. છપ્પનિયા દુકાળ વખતે શરૂ થયેલી આ પરંપરા આજે પણ અકબંધ છે. પાંચબત્તીથી સોનેરી મહેલ અને સ્ટેશન રોડ પર મેળા જેવો માહોલ છવાયો છે. છડીદારોએ છડી ઝુલાવી હતી અને ચાર દિવસીય આ મેળામાં સુરક્ષા માટે પોલીસ તંત્ર પણ સંપૂર્ણ સજ્જ બન્યું છે.

