VIDEO: ભરૂચમાં પારસી સમાજ દ્વારા પતેતી અને નૂતન વર્ષની શ્રદ્ધાભેર ઉજવણી
સોર્સ : gstv
ભારત દેશમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજના નૂતન વર્ષ એટલે કે પતેતીની ભરૂચમાં પણ ઉત્સાહ થઈ ઉજવણઈ થઈ.. ઈરાનથી ગુજરાતના સંજાણ બંદરે આવેલા પારસીઓએ અહીં આશરો મેળવી સ્થાનિક સંસ્કૃતિને અપનાવી હતી. આ પાવન અવસરે ભરૂચના શેઠ પરિવારના એરિક શેઠ સહિતના પારસી બંધુઓએ આશત બહેરામ એટલે કે અગ્નિ દેવતાની પૂજા-અર્ચના કરી હતી અને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના અગ્રણીઓએ શેઠ પરિવારના નિવાસ્થાને પહોંચીને તેમને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજની એકતાના દર્શન કરાવ્યા હતા.

