VIDEO: જંબુસરના દહેગામમાં ગૌચર જમીન પર તંત્રનું બુલડોઝર ફર્યું, કરોડોની જમીન મુક્ત
સોર્સ : gstv
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દહેગામ ખાતે તંત્ર દ્વારા ગૌચર જમીન પર ભવ્ય મેગા ડિમોલેશનની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગૌચરની અંદાજે ૫૦ થી ૭૫ એકર જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણો પર તંત્રનું જેસીબી ફરી વળ્યું હતું, જેમાં કપાસ સહિતના ઊભા પાકોને જમીનદોસ્ત કરીને જમીન મુક્ત કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન જંબુસર મામલતદાર કચેરીના સર્કલ અધિકારી અને તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી સહિતનો ઉચ્ચ કાફલો સ્થળ પર હાજર રહ્યો હતો. કોઈ અપ્રિય ઘટના કે વિરોધ ન થાય તે માટે કાવી પોલીસ સ્ટેશનના પીએચઆઈ સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તંત્રના આ કડક વલણથી સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

