VIDEO: જંબુસરના કહાનવા ગામે જર્જરિત રસ્તાથી ગ્રામજનો અને બાળકો પરેશાન
સોર્સ : gstv
ભરૂચના જંબુસર તાલુકાના કહાનવા ગામે બળિયાદેવ મંદિરથી ચૌહાણ વાસ તરફ જતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. વરસાદી પાણીના સતત ધોવાણને કાદવ-કીચડ ફેલાય છે.. જેથી શાળાએ જતા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોએ પરેશાની વેઠવી પડી છે... આ ખરાબ રસ્તાના કારણે દરરોજ શાળાએ જતા નાના માસૂમ બાળકોને જીવના જોખમે અવરજવર કરવી પડે છે, જે ગંભીર જોખમ ઊભું કરે છે.આ ઉપરાંત, ખેડૂત ભાઈઓ, પશુપાલકો અને સ્થાનિક ગ્રામજનોને ખેતીના કામકાજ તેમજ રોજિંદી આવનજાવનમાં હાલાકી ભોગવવી પડી રહી છે. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોની ઉગ્ર માંગ છે કે સંબંધિત વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી આ મુખ્ય માર્ગ વહેલી તકે મજબૂત અને પાકો બનાવે..

