VIDEO: જંબુસરના ગાંધીનગર વિસ્તારમાં પાણી ભરાયા
સોર્સ : gstv
ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે નગરના ગાંધીનગર વિસ્તારમાં બે દિવસથી ભારે વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની આ કાયમી સમસ્યાથી ત્રસ્ત બનેલા સ્થાનિક રહીશોએ તંત્ર સામે રોષ સાથે પોતાની હૈયા વરાળ ઠાલવી છે. આ વિસ્તારના મોટાભાગના રહીશો નાના ફેરિયાઓ અને રોજિંદા ધંધા-રોજગાર સાથે જોડાયેલા હોવાથી સતત ભરાતા પાણીના કારણે તેમના ધંધા-રોજગાર ઠપ થઈ ગયા છે,

