VIDEO: આમોદ નગરપાલિકાની ખાસ સામાન્ય સભા યોજાઈ: શહેરમાં અંદાજે રૂ. ૯ કરોડના વિકાસકામો ઝડપથી પૂર્ણ કરવા અંગે ચર્ચા
સોર્સ : gstv
ભરૂચના આમોદમાં નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષસ્થાને વિકાસકામોને વેગ આપવા માટે ખાસ સામાન્ય સભા યોજાઈ હતી….નગરપાલિકાના કુલ ૨૪ સભ્યોમાંથી ૨૧ સભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ભાજપના ૩ સભ્યો ગેરહાજર રહ્યા હતા. સરકારના પરિપત્ર અનુસાર આ સભા બોલાવવામાં આવી હતી…શહેરમાં અંદાજે 9 કરોડ રૂપિયાના ખર્ચે વોર્ડ નંબર ૧થી ૬માં મુખ્ય માર્ગો, ગટર વ્યવસ્થા અને સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સુવિધાઓના વિકાસકામો હાથ ધરવાનું આયોજન છે... નગરજનોને પડતી પ્રાથમિક સમસ્યાઓનું વહેલીતકે નિરાકરણ લાવવા અને આ કાર્યો ઝડપથી પૂરા કરવા માટે નગરપાલિકા દ્વારા વિશેષ રણનીતિ ઘડવામાં આવી છે....

