VIDEO: ભરૂચના આમોદ સીટી સર્વે કચેરીની ધીમી કામગીરી સામે કોંગ્રેસ દ્વારા ધારદાર રજૂઆત
સોર્સ : gstv
ભરૂચના આમોદ તાલુકા અને શહેરની સીટી સર્વે કચેરીમાં કામગીરી અત્યંત ધીમી હોવાને કારણે અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મિલકત અને જમીન સંબંધિત વર્ષોથી પેન્ડિંગ અરજીઓના નિકાલની માંગ સાથે ભરૂચ જિલ્લા અને આમોદ તાલુકા કોંગ્રેસના આગેવાનોએ કચેરી ખાતે રજૂઆત કરી હતી. ૨૦૧૯ થી ૨૦૨૧ સુધીની અરજીઓ પેન્ડિન રહેવાને કારણે ખેડૂતોને વારંવાર ધક્કા ખાવા પડે છે, ત્યારે વહેલી તકે યોગ્ય ઉકેલ લાવવાની માંગ કરાઈ છે.

