Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : A 14-year-old boy died during treatment after consuming chicken roll from a hotel in Palej, Bharuch.

VIDEO: ભરૂચના પાલેજમાં હોટલમાંથી ચિકન રોલ આરોગ્યા બાદ ૧૪ વર્ષીય કિશોરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચ જિલ્લાના પાલેજમાં આવેલા એસ.કે. નગર ખાતે રહેતા અંકિતભાઈનો ૧૪ વર્ષીય પુત્ર પૂર્વ કુમાર અને તેનો પરિવાર હોટલમાંથી ચિકન રોલ લાવીને જમ્યા હતા. ચિકન રોલ ખાધા બાદ પરિવારના ચાર સભ્યોને અચાનક ઝાડા-ઉલટીની ગંભીર તકલીફ શરૂ થઈ હતી. તબિયત લથડતા કિશોરને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું દુઃખદ મોત નીપજ્યું હતું. એક યુવાન દીકરાના અચાનક અવસાનથી સમગ્ર પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. આ ગંભીર ઘટના બાદ સ્થાનિક પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા હોટલ વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

App Store