VIDEO: ભરૂચના નહાર ગામે તળાવ વિવાદને કારણે ગ્રામસભા હોબાળા વચ્ચે મુલતવી
સોર્સ : gstv
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામે તળાવ મચ્છી ઉદ્યોગને આપવાના મુદ્દે યોજાયેલી ગ્રામસભામાં ભારે હોબાળો અને ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. બે સમાજ આમને-સામને આવી જતા તંગદિલી સર્જાઈ હતી, જેના કારણે ગ્રામસભા અધૂરી છોડીને મુલતવી રાખવી પડી હતી અને કોઈ અનિચ્છનીય ઘટના ટાળવા પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. નોંધનીય છે કે પૂર્વ મંત્રી છત્રસિંહ મોરીના આ વતનમાં છેલ્લા ૭૦ વર્ષથી સમરસ ગ્રામ પંચાયતની પરંપરા ચાલી આવે છે અને સતત ૧૪ ટર્મથી પંચાયત સમરસ રહી છે. છેલ્લા ૨૧ વર્ષથી તળાવ મચ્છી ઉદ્યોગ માટે આપવામાં આવતું હોવા છતાં આ વખતે રાજકીય આક્ષેપો વચ્ચે વિવાદ વકર્યો છે.

