VIDEO: ભરૂચના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર મોબાઈલ ટાવર સામે રહીશોની કલેક્ટરને રજૂઆત
સોર્સ : gstv
ભરૂચના પુષ્પમ બંગ્લોઝ, આશાપુરી સોસાયટી અને રચના નગર વિસ્તારમાં કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી વગર થઈ રહેલા મોબાઈલ ટાવરના નિર્માણને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને તેમણે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. આ રહેણાંક વિસ્તારની વચ્ચે ઊભા કરાઈ રહેલા ટાવરની તદ્દન નજીકથી ૧૩૨ કેવીની હાઈટેન્શન વીજ લાઈન પસાર થઈ રહી છે, જેના કારણે સ્થાનિક નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું થયું છે. ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને જાનમાલને નુકસાન થાય તે પહેલાં વહીવટી તંત્ર દ્વારા આ ગેરકાયદેસર કામગીરી સામે તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવી છે.

