VIDEO: ભરૂચના આમોદમાં ધોરણ-૨ના માસૂમ વિદ્યાર્થીને શિક્ષકે પાઇપથી માર મારતાં ચકચાર
સોર્સ : gstv
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામે આવેલી આદર્શ પ્રાથમિક કુમાર શાળામાં ધોરણ-૨માં અભ્યાસ કરતા માસૂમ વિદ્યાર્થીને માર મારવામાં આવ્યાનો આક્ષેપ થયો છે..વિદ્યાર્થીને શિક્ષકે પ્લાસ્ટિકની પાઇપ વડે માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. મારપીટના કારણે નાના બાળકને ઇજાઓ પહોંચતાં વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. માસૂમ બાળકો સાથે શાળામાં આ પ્રકારનું હિંસક વર્તન થતાં બાળકોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે. પીડિત પરિવારજનોએ સમગ્ર મામલે યોગ્ય અને તટસ્થ તપાસ કરી જવાબદાર શિક્ષક સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

