VIDEO: ભરૂચના પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ મંદિરે મનોકામના પૂર્ણ થતાં શિવજીને દૂધી ચઢાવાય છે
સોર્સ : gstv
ભરૂચના દેસાઈ ફળિયામાં ભાર્ગવની વાડી સામે આવેલું પૌરાણિક શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર ભક્તજનોની ગાઢ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ભાર્ગવ ગૃહસ્થ પંચ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ દિવ્ય ધામમાં સાચા હૃદયથી પ્રાર્થના કરનાર દરેક ભક્તની માનતા પૂર્ણ થાય છે. આ મંદિરની એક વિશેષ અને અનોખી પરંપરા ચાલી આવે છે. ટ્રસ્ટી રવિન્દ્રભાઈ હિન્દીયા અને શ્રદ્ધાળુઓના જણાવ્યા અનુસાર, અહીં માનતા પૂર્ણ થતાં ભગવાન સિદ્ધનાથ મહાદેવને કૃતજ્ઞતા રૂપે દૂધી ચઢાવવામાં આવે છે. આ અનોખી માનતાના કારણે ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી નિત્ય મોટી સંખ્યામાં ભક્તો દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવે છે.

