VIDEO: ભરૂચના તવરા ગામમાં સરકારી જમીન સંસ્થાને ફાળવવા સામે ગ્રામજનોનો વિરોધ
સોર્સ : gstv
ભરૂચના તવરા અને નવા તવરા ગામના ગ્રામજનોએ રેવન્યુ સર્વે નંબર 118 પૈકીની સરકારી જમીન અક્ષર પુરુષોત્તમ સંસ્થાને રી-ગ્રાન્ટ કરવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ગ્રામજનોએ રજૂઆત કરી છે કે આશરે દસ હજારથી વધુની સંયુક્ત વસ્તી ધરાવતા આ ગામમાં રમતગમતનું મેદાન, પ્રાથમિક શાળા, લાઇબ્રેરી, આંગણવાડી, કોમ્યુનિટી હોલ અને પશુઓ માટે જગ્યા જેવી પાયાની જાહેર સુવિધાઓનો ભારે અભાવ છે. વધતી વસ્તીની આ અનિવાર્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ કિંમતી જમીન કોઈ પણ સંસ્થાને ફાળવવામાં ન આવે, પરંતુ તેને સરકાર હસ્તક જ રાખીને ભવિષ્યના જાહેર ઉપયોગ માટે અનામત રાખવામાં આવે તેવી લોક માંગ જોર પકડી રહી છે, જેથી ગ્રામજનોના સર્વાંગી વિકાસ માટે જમીનનો યોગ્ય ઉપયોગ થઈ શકે.

