VIDEO: અંકલેશ્વર એપીએમસીમાં ચેરમેન-વાઈસ ચેરમેનની વરણી
સોર્સ : gstv
અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી. જેમાં ભાજપના મેન્ડેડ મુજબ ફરી ચેરમેન તરીકે મુકેશભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે ઠાકોરભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ દ્વારા એપીએમસીમાં ચેરમેન મુકેશ પટેલ અને વાઇસ ચેરમેન ઠાકોરભાઈ પટેલની ફરીથી પસંદગી કરતા ડિરેકટરો અને સભાસદો એ શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ભરૂચ ડીસ્ટ્રીકટ બેંકના એમડી, એપીએમસીના પૂર્વ ચેરમેન સહકારી આગેવાનોએ હાજરી આપી હતી.

