Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Car stuck in water flow in Piramana of Ankleshwar

VIDEO: અંકલેશ્વરના પીરામણમાં પાણીના પ્રવાહમાં ફસાઈ કાર

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અંકલેશ્વરના પીરામણ ગામના રેલવે અંડરપાસ નજીક આમલાખાડીના પાણી રોડ પર ફરી વળતા ફોર-વ્હીલર ગાડી પાણીના તેજ પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. ગાડીમાં સવાર બે લોકોને સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક મદદ કરી સુરક્ષિત રીતે બહાર કાઢી જીવ બચાવ્યો હતો. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને માર્ગ પર વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા માર્ગો પર જોખમ વધ્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને આવા જોખમી વિસ્તારોમાં અવરજવર ટાળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

App Store