VIDEO: ૭૦ વર્ષની સમરસ પરંપરા સામે પ્રશ્નચિહ્ન: મચ્છી ઉદ્યોગના મુદ્દે બે સમાજ આમને-સામને
સોર્સ : gstv
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામે યોજાયેલી ગ્રામસભામાં તળાવ મચ્છી ઉદ્યોગ માટે આપવાના મુદ્દે ભારે વિરોધ અને ઉગ્ર ચર્ચાનો માહોલ સર્જાયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ગામ છેલ્લા અંદાજે ૭૦ વર્ષથી અને સતત ૧૪ ટર્મથી સમરસ ગ્રામ પંચાયત તરીકે ઓળખાય છે, જ્યાં મુખ્યત્વે મકવાણા અને મોરી સમાજની વસ્તી વસે છે. ગામનું તળાવ છેલ્લા ૨૧ વર્ષથી મચ્છી ઉદ્યોગ માટે અપાતું હતું, પરંતુ આ વખતે રાજકીય કિન્નાખોરીના આક્ષેપો સાથે બંને સમાજ આમને-સામને આવી ગયા છે. આગામી બે મહિના બાદ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હોવાથી હવે ૭૦ વર્ષ જૂની સમરસની પરંપરા ટકશે કે કેમ, તેને લઈને સમગ્ર તાલુકામાં ચર્ચાનો દોર શરૂ થયો છે.

