Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : "Amit Shah's police show bravery only on 12-year-old girls?" CJP founder's sharp attack!

VIDEO: "અમિત શાહની પોલીસ માત્ર 12 વર્ષની બાળકીઓ પર જ શૂરવીરતા બતાવે છે?" CJP સ્થાપકના તીખા પ્રહાર!

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કૌકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ પ્રદર્શન સ્થળે થયેલા પથ્થરમારા અને આંદોલનકારીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હી પોલીસ પર તીખા પ્રહારો કર્યા છે. તેમણે આ ઘટનાને દિલ્હી પોલીસ અને ગૃહમંત્રીની નિષ્ફળતા નહીં, પરંતુ પૂર્વઆયોજિત ષડયંત્ર ગણાવ્યું છે.

App Store

ગૃહમંત્રી અમિત શાહના કાર્યકાળ સામે સવાલો

અભિજીત દીપકેએ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "ગૃહમંત્રી અમિત શાહના કાર્યકાળ દરમિયાન આ પ્રકારની ઘટનાઓ કેવી રીતે બની શકે? શું તેમની પોલીસ માત્ર 12 વર્ષની બાળકીઓ પર લાઠીચાર્જ કરવા માટે જ સક્રિય થાય છે?" તેમણે આકરા શબ્દોમાં ઉમેર્યું હતું કે પોલીસ ગુનેગારોને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.

2100 ગુનેગારોની હાજરી અને દિલ્હી પોલીસની ભૂમિકા

દિલ્હી પોલીસના દાવાઓ પર સવાલ ઉઠાવતા CJP સ્થાપકે કહ્યું કે, "દિલ્હી પોલીસે પોતે સ્વીકાર્યું છે કે પ્રદર્શન સ્થળે આશરે 2100 ગુનેગારો જોવા મળ્યા હતા. આ સીધો અમિત શાહ અને પોલીસ તંત્રનો ફ્લોપ શો દર્શાવે છે. વાસ્તવમાં આ માત્ર તેમની નિષ્ફળતા નથી, પરંતુ તેમની ચોક્કસ યોજનાનો એક ભાગ હતો."

નિર્દોષ પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી કરવા સામે ગુનેગારોને રોકવામાં નિષ્ફળતા, આંદોલન સ્થળે થયેલી હિંસા અને પથ્થરમારો તંત્રની યોજનાનો ભાગ હોવાનો આરોપ લગાવ્યો હતો. દેશની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં કેન્દ્રીય ગૃહમંત્રીની ભૂમિકા પર પ્રશ્નાર્થ લાગે છે.