VIDEO: આગામી વિધાન સભાની મોટી તૈયારી! કાલે 'કમલમ'માં અમિત શાહની અધ્યક્ષતામાં હાઈપ્રોફાઈલ બેઠક
સોર્સ : gstv
ગાંધીનગરસ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે આવતીકાલે મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અને વ્યૂહરચના અંગે પણ વિશેષ મંથન કરવામાં આવશે. પ્રદેશના અગ્રણીઓ અને સંગઠનના હોદ્દેદારો બેઠકમાં હાજરી આપશે. નોંધનીય છે કે છેલ્લા ત્રણ મહિનામાં અમિત શાહની પ્રદેશ કાર્યાલય ખાતે આ બીજી મહત્વપૂર્ણ બેઠક છે, જેને લઈને ભાજપના રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

