VIDEO: જંબુસરમાં વીજ થાંભલા મુદ્દે 11 ગામના ખેડૂતોનો વિરોધ
સોર્સ : gstv
જંબુસર તાલુકાના 11 ગામના ખેડૂતોની મામલતદાર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં વીજ થાંભલા મુદ્દે ખેડૂતોએ ભારે રોષ વ્યક્ત કરી સખત વિરોધ નોંધાવ્યો હતો. મામલતદારે MIC કમિટી બનાવવા માટે ખેડૂતોના પ્રતિનિધિઓના નામ માંગ્યા હતા, પરંતુ ખેડૂતોએ કમિટી બનાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. ખેડૂતોએ સમગ્ર ગુજરાતના ખેડૂતોની એકસરખી માંગણીઓ સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે. વીજ થાંભલા મુદ્દે જંબુસર તાલુકાના ખેડૂતો પણ હવે આંદોલનમાં જોડાયા છે. ખેડૂતોના વિરોધને પગલે વીજ થાંભલા મુદ્દે આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.

