VIDEO: અંકલેશ્વરમાં 11મા મેગા નવરાત્રી મહોત્સવની તૈયારીઓ જોરશોરથી શરૂ કરાઈ
સોર્સ : gstv
અંકલેશ્વરના ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજિત ૧૧મા મેગા નવરાત્રી મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આપણી દીકરી, આપણા આંગણેના સુંદર સંકલ્પ સાથે હરિદર્શન સોસાયટી પાછળ આવેલા ગુંજ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે….આ મહોત્સવમાં પ્રખ્યાત લોકગાયક બિરજુ બારોટ અને તેમનું સંગીત વૃંદ પોતાની પ્રસ્તુતિ આપશે. આયોજકો દ્વારા ટ્રેડિશનલ ડ્રેસ પહેરનાર ખેલૈયાઓ માટે વિશેષ અલગ ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ઉત્સાહ વધારવા માટે શાનદાર મેગા ઇનામો અપાશે.

