VIDEO: ગુજરાત ભાડા વિધેયક-2026ના વિરોધમાં અંકલેશ્વરમાં વકીલોની હડતાળ, કાયદાની નકલો સળગાવી
સોર્સ : gstv
રાજ્ય સરકારના નવા ગુજરાત ભાડા વિધેયક-2026ની જોગવાઈઓ સામે અંકલેશ્વર વકીલ મંડળે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. સર્વાનુમતે વિરોધનો ઠરાવ પસાર કર્યા બાદ વકીલોએ કોર્ટ બહાર એકત્ર થઈ વિધેયકની નકલોની હોળી કરી હતી. તા. ૧ ઓક્ટોબરથી ૩ ઓક્ટોબર સુધી વકીલો કોર્ટ કાર્યવાહીથી સંપૂર્ણ અળગા રહેશે, જેના કારણે અસીલોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. નવા કાયદા હેઠળ વહીવટી અધિકારીઓને સત્તા સોંપાતા ન્યાયિક પ્રક્રિયા અને પક્ષકારોના હિતો જોખમાવાની ભીતિ વકીલો દર્શાવી રહ્યા છે. વકીલ સંગઠને માંગ કરી છે કે વિવાદાસ્પદ જોગવાઈઓમાં તાત્કાલિક સુધારો કરવામાં આવે અને ભાડા વિવાદોમાં ન્યાયિક કોર્ટની ભૂમિકા જાળવી રાખી અસરકારક કાનૂની રક્ષણ પૂરું પાડવામાં આવે.

