VIDEO: ભરૂચમાં રથયાત્રા પૂર્વે પોલીસ એલર્ટ: શાંતિ સમિતિની બેઠક સાથે ફ્લેગ માર્ચ યોજાઈ
સોર્સ : gstv
ભરૂચમાં અષાઢી બીજના પાવન અવસરે યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે જાહેર સ્થળોએ ચેકિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. એ ડિવિઝન પોલીસ મથકે ડીવાયએસપી સી.કે. પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોમી સૌહાર્દ જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.

