VIDEO: ભરૂચના હાંસોટ ખાતે પંડવાઈ સુગર ફેક્ટરી ચૂંટણી: બે બેઠકો માટે મતદાન સંપન્ન
સોર્સ : gstv
ભરૂચના હાંસોટ ખાતે આવેલી પંડવાઈ સુગર ફેક્ટરીની ૧૬ ઝોન પૈકીની ૨ બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અગાઉ ૧૪ બેઠકો પર રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વવાળી સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. આ ચૂંટણીમાં આશરે ૭ હજાર મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મતદાન બાદ મંત્રી ઈશ્વરસિંહ પટેલે બંને બેઠકો પર ૯૫ ટકા મતો સાથે ભવ્ય વિજય મેળવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. પંડવાઈ સુગરના વર્તમાન ચેરમેનની આગેવાની હેઠળ ચાલી રહેલી આ ચૂંટણીના પરિણામો માટે રવિવારે સવારે ૯ વાગ્યે હાંસોટ મામલતદાર કચેરી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે, જેના પર સહકારી ક્ષેત્રની વિશેષ નજર રહી છે.

