VIDEO: હાંસોટ પંડવાઈ સુગર ચૂંટણીમાં ભાાઈઓ સામસામે
સોર્સ : gstv
ભરૂચના હાંસોટની ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી પંડવાઈ સુગરની મેનેજિંગ કમિટીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજ્ય જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે પોતાની 'સહકાર પેનલ'ના 16 ઉમેદવારો સાથે નામાંકન પત્ર ભર્યા હતા. તેમની સામે તેમના જ મોટા ભાઈ વલ્લભ પટેલે પોતાની પેનલ ઉતારીને ફોર્મ ભરતા 10 વર્ષ બાદ આ ચૂંટણી યોજાઈ રહી છે. ઈશ્વરસિંહ પટેલે દાવો કર્યો હતો કે 1998થી તેમના શાસન હેઠળ ફેક્ટરી દેવા મુક્ત થઈ છે અને પ્લાન્ટની ક્ષમતામાં મોટો વધારો કરાયો છે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારી પત્રોની ચકાસણી, ફોર્મ પરત ખેંચવા, મતદાન અને મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે.

