Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Minister Ishwar Singh Patel visited the affected areas in Hansot

VIDEO: હાંસોટમાં મંત્રી ઇશ્વરસિંહ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની કરી મુલાકાત

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકમાં કિમ નદીના પૂરના કારણે સર્જાયેલી પરિસ્થિતિનું રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ પાંજરોલી, ઓભા આસરમા અને બાલોતા સહિતના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી નુકસાન અંગે માહિતી મેળવી હતી. તેમણે અધિકારીઓને તાત્કાલિક નુકસાનનો સર્વે પૂર્ણ કરી અસરગ્રસ્ત ખેડૂતો અને પરિવારોને વહેલી તકે સહાય આપવા સૂચના આપી છે. મંત્રીએ ગેરકાયદેસર તળાવો અને દબાણોના કારણે પાણીના નિકાલમાં થયેલી સમસ્યાઓ અંગે કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા છે. હાલ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે, રાહત અને સહાયની કામગીરી ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી રહી છે.

App Store