Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Official approval received for the repair of the dilapidated overbridge in Hansot

VIDEO: હાંસોટમાં જર્જરિત ઓવરબ્રિજના સમારકામ માટે મળી સત્તાવાર મંજૂરી, મુસાફરોને થશે મોટી રાહત

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર હાંસોટના સાહોલ નજીક કિમ નદી પરના જર્જરિત ઓવરબ્રિજના સમારકામ માટે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. બ્રિજની નબળી હાલતને કારણે મોટા વાહનો પર પ્રતિબંધ હોવાથી મુસાફરોને હાલાકી ભોગવવી પડતી હતી.

App Store

હાલ ચૂંટણી આચારસંહિતાને કારણે ટેન્ડર પ્રક્રિયા અટકેલી છે, જે આચારસંહિતા પૂર્ણ થતા જ વેગવંતી બનશે. દરમિયાન, રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલની રજૂઆતના પગલે મુસાફરોની સુવિધા માટે બ્રિજ પરથી મીની બસની અવરજવર શરૂ કરવામાં આવી છે. આ નિર્ણયથી અંકલેશ્વર-હાંસોટ અને સુરત વચ્ચેના દૈનિક મુસાફરોને મોટી રાહત મળી છે. સ્થાનિક લોકો હવે આશા રાખી રહ્યા છે કે વહેલી તકે બ્રિજનું સંપૂર્ણ સમારકામ પૂર્ણ થશે અને વાહનવ્યવહાર પૂર્વવત રીતે શરૂ થઈ જશે.