VIDEO: નર્મદા મૈયા બ્રિજની સેફટી ગ્રીલને એક વર્ષ પૂર્ણ, હવે સુશોભિત કરાશે
સોર્સ : gstv
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર લગાવાયેલી સેફટી ગ્રીલને એક વર્ષ પૂર્ણ થયું છે. ગ્રીલ લગાવ્યા બાદ એક વર્ષમાં આપઘાતનો એકપણ બનાવ નોંધાયો નથી, જેથી ગ્રીલનો હેતુ સફળ થયો છે. હવે સામાજિક કાર્યકર યોગી પટેલે ગ્રીલ પર ભરૂચનો ગૌરવશાળી ઈતિહાસ અને વારસો દર્શાવતું આર્ટવર્ક કરવાની રજૂઆત કરી છે. જેમાં ભૃગુઋષિ, નર્મદા નદીનું આધ્યાત્મિક-સાંસ્કૃતિક મહત્વ અને ઐતિહાસિક સ્થળોને કલાત્મક રીતે દર્શાવવાની માંગ કરાઈ છે. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ રજૂઆતને સકારાત્મક પ્રતિભાવ આપી યોગ્ય વિભાગમાં રજૂઆત કરવાની ખાતરી આપી છે.

