Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Medical interns in Bharuch on indefinite strike, 150+ doctors out of work with demand for increased stipend!

VIDEO: ભરૂચમાં મેડિકલ ઈન્ટર્ન્સ અચોક્કસ મુદતની હડતાલ પર, સ્ટાઈપેન્ડ વધારાની માંગ સાથે ૧૫૦+ ડોક્ટરો કામકાજથી અળગા!

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભરૂચની ડોક્ટર કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ૧૫૦થી વધુ MBBS ઈન્ટર્ન ડોક્ટરો માસિક સ્ટાઈપેન્ડ રૂપિયા ૧૫,૩૦૦થી વધારીને રૂપિયા ૨૧,૮૦૦ કરવાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. ઇમર્જન્સી ડ્યુટી, OPD અને વોર્ડ મેનેજમેન્ટ જેવી મહત્વની જવાબદારીઓ સંભાળતા આ ડોક્ટરો કામકાજથી અળગા રહેતાં સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ ખોરવાવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ, કોલેજ એડમિનિસ્ટ્રેટર ડોક્ટર ગોપિકા મીખિયાએ જણાવ્યું કે અગાઉ રૂપિયા ૫૦૦નો વધારો મંજૂર કરીને ખાતામાં જમા કરાવી દેવાયો હોવા છતાં આ વિરોધ અનુચિત છે. મેનેજમેન્ટે વિરોધ પ્રદર્શન બંધ કરી મુખ્ય સભ્યો સાથે બેઠક યોજવાની ખાતરી આપી છે. અંતમાં, સંસ્થા દ્વારા ઈન્ટર્ન ડોક્ટરો સાથે ચર્ચા કરીને વહેલી તકે સકારાત્મક અને સુખદ ઉકેલ લાવવાનો દાવો કરવામાં આવ્યો છે..

App Store