VIDEO: અંકલેશ્વરમાં જમીન ધસી: રેતી ભરેલી ટ્રક ફસાઈ
સોર્સ : gstv
અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં જીયુડીસી દ્વારા ચાલી રહેલી પાણીની લાઇનની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી હતી. લાઇનના કામને કારણે રસ્તાનો એક ભાગ નબળો પડ્યો હતો. જેના લીધે ત્યાંથી પસાર થઈ રહેલી એક રેતી ભરેલી ટ્રક અચાનક જમીન બેસી જતાં રસ્તા વચ્ચે જ ફસાઈ ગઈ હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને થોડા સમય માટે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ તંત્રની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રકને બહાર કાઢવા માટે સૌપ્રથમ તેમાં ભરેલી રેતી ખાલી કરવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારબાદ જરૂરી સાધનોની મદદથી ભારે જહેમત બાદ ટ્રકને સલામત રીતે બહાર કાઢવાની કવાયત શરૂ કરાઈ હતી. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર નોંધાયા નથી.

