Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Ankleshwar floods on first rain: Incomplete drainage near Gadkhol Patia leads to waterlogging of highway

અંકલેશ્વરમાં પ્રથમ વરસાદે જ જળબંબાકાર: ગડખોલ પાટિયા નજીક નાળાની અધૂરી કામગીરીથી હાઇવે પાણીમાં ગરકાવ

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અંકલેશ્વરના ગડખોલ પાટીયા નજીક આયપ્પા મંદિર સામે પ્રથમ જ વરસાદમાં પાણી ભરાતા સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કેનાલના નાળાની અધૂરી કામગીરી અને પાણીના નિકાલના અભાવે મુખ્ય માર્ગ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉકાઈ જમણાકાંઠા નહેરનું પાણી પણ માર્ગ પર ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. પાણી ભરાવાના કારણે અકસ્માતનો ભય પણ વધ્યો છે. સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતાં નાળાની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ કરી છે. ચોમાસાની શરૂઆતમાં જ આવી સ્થિતિ સર્જાતા આગામી દિવસોમાં સમસ્યા વધુ ગંભીર બનવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લોકો વહેલી તકે કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.

App Store