VIDEO: વાગરામાં બંધ મકાનમાંથી લાખોની ચોરી
સોર્સ : gstv
વાગરા તાલુકાની ઓરા ચોકડી નજીક આવેલી સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોની ચોરી કરી ફરાર થઈ ગયા છે. મકાનમાલિક પરિવાર સાથે બહારગામ ગયો હતો ત્યારે તસ્કરોએ ગ્રીલ અને મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ તિજોરી તોડી અંદરથી રૂ.2.50 લાખ રોકડ, સાડા ત્રણ તોલાનો સોનાનો હાર અને ચાર સોનાની વીંટી સહિતના દાગીના ચોરી લીધા હતા. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આસપાસના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે. લાખોની ચોરીથી સોસાયટીમાં ફફડાટ ફેલાયો છે,

