VIDEO: પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે ભરૂચમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રનું લોકાર્પણ
સોર્સ : gstv
ભરૂચના ઝાડેશ્વર સ્થિત સાઈબાબા મંદિર ખાતે રાજ્ય કક્ષાના આરોગ્ય અને જિલ્લા પ્રભારીમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી ઉપયોગી પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની ગુણવત્તાસભર પ્રાકૃતિક પેદાશોને યોગ્ય બજાર અને ગ્રાહકોને શુદ્ધ ખોરાક પૂરો પાડવામાં આ વેચાણ કેન્દ્રો મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે ખોરાકમાં ભેળસેળ કરતા તત્વોનો બહિષ્કાર કરવા આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યવ્યાપી કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌ ખેડૂતોએ નિહાળ્યું હતું.

