VIDEO: ચાંદીપુરા વાયરસને લઈને રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું મોટું નિવેદન, ૩ બાળકોના મોત
સોર્સ : gstv
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા પ્રકોપ વચ્ચે રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મહત્વની વિગતો આપી છે. રાજ્યમાં અત્યાર સુધી ૧૭ બાળકોમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમના સેમ્પલ લેવાયા હતા, જેમાંથી ૧૦ બાળકોના રિપોર્ટ નેગેટિવ જ્યારે ૬ બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ ગંભીર વાયરસના કારણે કમભાગ્યે ૩ બાળકોના મોત નીપજ્યા છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા વિસનગરના એક બાળકને વડનગર હોસ્પિટલમાં દાખલ કરાયો છે.૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને નિશાન બનાવતી માખી દ્વારા આ વાયરસ ફેલાય છે. ગત વર્ષે પણ ૧૪ જિલ્લાના ૬૧ ગામોમાં તેનો પ્રભાવ જોવા મળ્યો હતો, જ્યાં તંત્ર દ્વારા જંતુનાશક દવાઓનો વ્યાપક છંટકાવ કરવામાં આવ્યો હતો.

