Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Four-year-old girl dies after falling into open drain in Modalia village of Bharuch

VIDEO: ભરૂચના મોદલિયા ગામમાં ખુલ્લી ગટરમાં પડી જતાં ચાર વર્ષની બાળકીનું મોત

Timeછેલ્લું અપડેટ : 16 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચના મોદલિયા ગામમાં ખુલ્લી ગટરમાં પડી જતાં ચાર વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. પીપળી ફળિયામાં રહેતી પુષ્પાબેન વસાવાની ચાર વર્ષની દીકરી આરોહી ઘર નજીક અન્ય બાળકો સાથે રમી રહી હતી. દરમિયાન રમતાં રમતાં આરોહી ખુલ્લી ગટરમાં ઊંધા માથે પડી ગઈ હતી. બનાવની જાણ થતાં માતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકીને બેભાન હાલતમાં સારવાર માટે પ્રથમ નેત્રંગ અને ત્યારબાદ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે વાલીયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newsbharuch