VIDEO: અંકલેશ્વરમાં નર્મદા અને ગંગાની માટીમાંથી બનતી ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓ
સોર્સ : gstv
અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા ખાતે પશ્ચિમ બંગાળના કુશળ મૂર્તિકારો દ્વારા નર્મદા અને ગંગાજીની પવિત્ર માટીમાંથી ઇકો-ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાઓનું સુંદર નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જળ પ્રદૂષણને અટકાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસના બદલે માટી અને વાંસ જેવી કુદરતી વસ્તુઓમાંથી બનતી આ મૂર્તિઓની માંગમાં છેલ્લા ૩૦ વર્ષમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. બે ફૂટથી લઈને નવ ફૂટ સુધીની આ ભવ્ય મૂર્તિઓની કિંમત ચાર હજારથી શરૂ થઈને ૩૫ હજાર રૂપિયા સુધીની છે, જેને ખરીદવા ભરૂચ, કીમ, વાલિયા અને નેત્રંગ સહિતના પંથકમાંથી મોટી સંખ્યામાં ગણેશ મંડળો આવી રહ્યા છે.

