VIDEO: અંકલેશ્વરમાં બિસ્માર માર્ગ મુદ્દે રિક્ષા ચાલકોનો અનોખો વિરોધ
સોર્સ : gstv
અંકલેશ્વરના ગડખોલ પાટીયાથી અંદાડાને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતાં રોષે ભરાયેલા રિક્ષા ચાલકોએ રસ્તા પર અને ગટર માટે ખોદેલા ખાડામાં બેસીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. રસ્તા પરના ખાડા અને ખોદકામના કારણે અકસ્માતનું જોખમ વધી જતાં વાહનચાલકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. સ્થાનિકો અને રિક્ષા ચાલકોએ માર્ગનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે.

