VIDEO: અંકલેશ્વરમાં મહિલાની હત્યાથી ચકચાર, અજાણ્યો હત્યારો ફરાર
સોર્સ : gstv
અંકલેશ્વરના ગડખોલ નજીક આવેલી આનંદવિહાર સોસાયટીમાં 39 વર્ષીય મહિલાની હત્યાથી ચકચાર મચી છે. તા. 10 ઓગસ્ટે અજાણ્યા શખ્સે કોઈ સાધન વડે મહિલાના શરીરના વિવિધ ભાગે ઈજાઓ પહોંચાડી હત્યા કરી ફરાર થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જાણ થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીની ઓળખ અને હત્યાનું કારણ જાણવા તપાસ તેજ કરી છે.

