VIDEO: BHARUCHના બંબુસરમાં વહેલી સવારે વીજ કંપનીની ટીમોનું સઘન ચેકિંગ, ગ્રામજનોમાં ફફડાટ
સોર્સ : gstv
ભરૂચના બંબુસર ગામમાં વહેલી સવારે વીજ કંપનીની ટીમોએ અચાનક સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. 10થી વધુ ગાડીઓના કાફલા અને પોલીસ બંદોબસ્ત સાથે થયેલી આ કાર્યવાહીથી મીઠી નિંદ્રામાં સૂતેલા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.વીજ ચોરી ડામવા માટે કરાયેલી આ તપાસમાં વીડિયોગ્રાફી સાથે ઘરોમાં મીટર અને વાયરોનું ચેકિંગ કરાયું હતું. અનેક જગ્યાએ ગેરકાયદેસર વીજ જોડાણો ઝડપાતા તેને તાત્કાલિક કાપી નાખવામાં આવ્યા હતા.

