Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Dipotsav with thousands of lamps on Jhareshwar Narmada beach

VIDEO: ઝાડેશ્વર નર્મદા તટે હજારો દીવડાઓથી દીપોત્સવ

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચના ઝાડેશ્વર સ્થિત ગાયત્રી મંદિરના નર્મદા તટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત ભવ્ય દીપોત્સવ યોજાયો. નર્મદા કિનારે હજારો દીવડાઓ પ્રગટાવી મહાઆરતી કરવામાં આવી હતી. 76 નાવડીઓના સથવારે નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના તથા યજ્ઞનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર, મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત ભરૂચ જિલ્લા ભાજપના હોદ્દેદારો, સાંસદ, ધારાસભ્યો, કાર્યકરો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News