Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Controversy over mandate in Ward No. 2 of Bharuch nagarpalika

VIDEO: ભરૂચના વોર્ડ નંબર 2માં મેન્ડેટને લઈ વિવાદ, તમામ બેઠકો પરથી ફોર્મ પરત ખેંચી લેવાની કોંગી કાર્યકરોની ચિમકી

Timeછેલ્લું અપડેટ : 13 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના આંતરિક વિખવાદે ગંભીર વળાંક લીધો છે. વોર્ડ નંબર 2માં કુતુબુદ્દીન પટેલ અને સમશાદઅલી સૈયદ બંનેને પ્રદેશમાંથી મેન્ડેટ મળતા વિવાદ સર્જાયો છે. આ 'મેન્ડેટ કાંડ' બાદ હવે લેટર કાંડ સામે આવતા ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પેન્ડિંગ રાખવામાં આવી છે. પ્રદેશ નેતૃત્વ દ્વારા સમાજને અંદરો અંદર લડાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે સમર્થકોમાં ભારે નારાજગી ફેલાઈ છે.

App Store

નારાજ કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ વિવાદ ઉકેલાશે નહીં, તો તાલુકા અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો પરથી કોંગ્રેસના ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી લેશે. આ ઘટનાથી ભરૂચ કોંગ્રેસમાં મોટું ગાબડું પડવાની ભીતિ સેવાઈ રહી છે.