VIDEO: ભરૂચમાં શ્રવણ ચોકડી નજીક રસ્તાની કામગીરી મંથર ગતિએ ચાલતા સ્થાનિકો રોષ, ચૂંટણી બહિષ્કારની ચિમકી
સોર્સ : GSTV
ભરૂચની શ્રવણ ચોકડીથી ગેઇલ ટાઉનશીપ સુધીના મુખ્ય માર્ગની કામગીરી છેલ્લા એક વર્ષથી મંથર ગતિએ ચાલી રહી હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ માર્ગ પર આવેલી આશરે 20 સોસાયટીઓના રહીશોને ધૂળ, તૂટેલી ડ્રેનેજ લાઇનને કારણે રસ્તા પર ગંદા પાણીનો ભરાવો, દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે અકસ્માતનો ભય તેમજ રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે.
તંત્રની આ ઘોર બેદરકારી સામે સ્થાનિકોએ રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું અને જો વહેલી તકે કામ પૂર્ણ નહીં કરવામાં આવે તો આગામી જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. હવે જોવાનું એ રહે છે કે સ્થાનિકોના આ રોષ પછી પણ તંત્ર જાગે છે કે પછી જનતાએ હજુ વધુ સમય આજ સ્થિતિમાં વિતાવવો પડશે.

