VIDEO: Bharuch પાલિકાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસનો 'મેન્ડેટ' વિવાદ આખરે ઉકેલાયો, શમશાદ અલીએ કર્યા આક્ષેપ
સોર્સ : GSTV
ભરૂચ નગરપાલિકાની ચૂંટણી પૂર્વે વોર્ડ નંબર 2માં કોંગ્રેસનો આંતરિક 'મેન્ડેટ' વિવાદ આખરે ઉકેલાયો છે. ભારે ખેંચતાણ બાદ શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાને પક્ષના સત્તાવાર ઉમેદવાર જાહેર કરાયા છે. જોકે, આ વિવાદ બાદ શમશાદ અલીએ શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર ગંભીર આક્ષેપો કર્યા છે.
તેમણે જણાવ્યું કે સંગઠનના કેટલાક હોદ્દેદારોએ 'રાજરમત' રમી ભાજપને ફાયદો કરાવવા મજબૂત ઉમેદવારોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પ્રદેશ સમિતિની દરમિયાનગીરી બાદ આ મામલો થાળે પડ્યો છે. શમશાદ અલીએ અન્ય ઉમેદવાર કુતુબુદ્દીન પટેલને 'બલિનો બકરો' ગણાવી કાર્યકરોને પક્ષના આંતરિક ગોટાળા સામે એક થઈ લડવા હાકલ કરી છે.

