VIDEO: સરકારી વકીલ સામે જાતીય સતામણીની ફરિયાદ
સોર્સ : gstv
જંબુસર કોર્ટના સરકારી વકીલ હેમંત ચૌહાણ સામે ૨૨ વર્ષીય પરિણીતાને લગ્નનું પ્રલોભન આપવા, જાતીય સતામણી કરવા અને પતિને ધમકી આપવા બદલ જંબુસર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે. પીડિતાના પતિના એક કેસ સંદર્ભે વકીલ સાથે ઓળખાણ થઈ હતી. આરોપ છે કે વકીલે મોડી રાત્રે મેસેજ અને ફોન કરીને પતિને છૂટાછેડા આપી પોતાની સાથે લગ્ન કરવા દબાણ કર્યું હતું. આ મામલે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે, જ્યારે વકીલે આરોપોને ખોટા ગણાવ્યા છે.

